Home> Entertainment
Advertisement
Prev
Next

Alia Bhatt એ 8 વર્ષની ઉંમરમાં જે નક્કી કર્યું હતું આખરે તે કરી બતાવ્યું

એકવાર મહેશ ભટ્ટ 'જીના ઈસી કા નામ હૈ' શોમાં હતા અને તેમની સાથે પત્ની સોની રઝદાન (Soni Razdan), પુત્રી પૂજા ભટ્ટ (Pooja Bhatt), શાહીન ભટ્ટ (Shaheen Bhatt) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) હાજર હતા.

Alia Bhatt એ 8 વર્ષની ઉંમરમાં જે નક્કી કર્યું હતું આખરે તે કરી બતાવ્યું

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી પૈકીની એક છે. એક્ટિંગના કારણે આલિયાએ પોતાના લાખો ચાહકો બનાવ્યા છે. આલિયા (Alia Bhatt Birthday) આજે એટલે કે 15 માર્ચે પોતાનો જન્મદિન મનાવી રહી છે.

fallbacks

આલિયાનો દમ
કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી આલિયા ભટ્ટ અત્યાર સુધી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર, જે તાજેતરમાં રિલીઝ થયુ હતું, તેમાં પણ સાબિત થઈ ગયુ કે આલિયા લાંબી રેસનો ઘોડો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયા નાનપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. માત્ર આઠ વર્ષની ઉંમરે આલિયાએ નક્કી કર્યું હતું કે મોટા થઈને તે અભિનેત્રી બનશે.

આઠ વર્ષની ઉંમરે પોતાની કારકીર્દિનો લીધો હતો નિર્ણય
એકવાર મહેશ ભટ્ટ 'જીના ઈસી કા નામ હૈ' શોમાં હતા અને તેમની સાથે પત્ની સોની રઝદાન (Soni Razdan), પુત્રી પૂજા ભટ્ટ (Pooja Bhatt), શાહીન ભટ્ટ (Shaheen Bhatt) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) હાજર હતા. આ જૂની વીડિયો ક્લિપમાં આલિયા ભટ્ટ આઠ વર્ષની જ છે. જ્યારે શોના હોસ્ટ આલિયાને પૂછે છે કે, તમે મોટા થઈને શું બનવા માંગે છો? ત્યારે 8 વર્ષની આલિયા કહે છે, 'એક અભિનેત્રી બનીશ'. જ્યારે તેની મોટી બહેન શાહીન ભટ્ટ જરાય અભિનેત્રી બનવા નથી માગતી.

 

 

આ વર્ષે આવશે આલિયાની અનેક ફિલ્મો
આલિયા ભટ્ટ આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં જ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર રિલીઝ થયુ હતુ. RRR અને બ્રહ્માસ્ત્ર પણ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના કારણે સ્ક્રીન પર પહેલીવાર રણબીર અને આલિયાની જોડી દર્શકોને જોવા મળશે. આલિયાએ હાલમાં જ પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યુ છે. જેનું નામ છે Eternal Sunshine. આ પ્રોડક્શન હાઉસ હેઠળ આલિયા શાહરૂખ ખાનની સાથે મળીને 'ડાર્લિંગ્સ' નામની ફિલ્મ પણ પ્રોડ્યૂસ કરવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More